મોરબી : 14 મી નવેમ્બર ને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના દિલેર દાતા લા. હરખજીભાઈ ટી. સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને બાળદિન શા માટે ઉજવવામાં આવે છે તે પ્રશ્નનોતરી દ્વારા સમજણ આપવામાં આવી. આ રાષ્ટ્રીય બાળદિનની ઉજવણીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી અને ઝોન -5ના ઝેડ લા. કેશુભાઈ દેત્રોજાની પ્રેરક હાજરી હતી. અને પાસ્ટ ખજાનચી લા. મણીલાલ જે. કાવર અને શાળાના આચાર્ય સમગ્ર સ્ટાફે પણ હાજરી આપી હતી. તેમજ શાળાના તમામ વિધાર્થીઓને નાસ્તો કરાવી આચાર્યએ આભારવિધિ કરી હતી.