મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી સભ્ય લા. બાલુભાઈ પાંચોટિયાના જન્મદિવસની ઉજવણી 'સેવા દિવસ' તરીકે કરવામાં આવી હતી. આ પ્રસંગે, લાયન્સ નગર પાલિકા શાળા, સોઓરડી ખાતેના 250 જેટલા બાળકોને સ્કૂલ કીટ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તરફથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેક કાપીને બાળકોને નાસ્તો કરાવીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયાએ તેમના પરિવાર તરફથી સેવાના કાર્યોમાં સતત આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ સંસ્થા અને દાતાઓના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓને ઉજળી બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં ઝોન ચેરમેન અને ક્લબના સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજાએ બાલુભાઈ પાંચોટિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સંસ્થાના પૂર્વ પ્રમુખો અને સભ્યો સહિત સ્કૂલના આચાર્ય રંજનબેન ભટાસણાએ પણ સંસ્થાનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ લા એ. એસ. સુરાણી લા મણીલાલ કાવર લા એ.પી. કાલરીયા, લાગૌતમભાઈ કાલરીયા નાનજીભાઈ મોરડીયા હજાર રહ્યા હતા.