લાયન્સ કલબ મોરબી નઝરબાગના પ્રમુખનું પ્રશંસનીય અભિયાન મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના નવનિયુક્ત પ્રમુખ દ્વારા અનોખા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં શાળા કોલેજોમાં હવે વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમિતે કેક કાપીને કે ચોકલેટ વહેચીને નહિ પરંતુ રોપા ભેટમાં આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આચાર્ય તરીકે કાર્યરત ડો. રવિન્દ્ર ભટ્ટની તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખે પોતાના પ્રથમ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. જે ખરેખર પ્રેરણાદાયી અને પ્રશંસનીય છે. આ અભિયાનના ભાગરૂપે મોરબીની પાંચ શૈક્ષણિક સંસ્થાઓ પી.જી.પટેલ કોલેજ, રાધે ક્રિષ્ના વિધાલય, ઓમ શાંતિ સ્કૂલ, નેશનલ એકેડમી ઓફ મોરબી અને ગાત્રાળ વિધાલયમાં વિદ્યાર્થીઓને જન્મદિવસ પ્રસંગે ભેટરૂપે રોપા આપવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંગે ડો. રવીન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે માટે પ્રોજેક્ટ શરુ કર્યો છે. જેમાં આવનારા દિવસોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવાશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓને જોડીને આ અભિયાન એક ક્રાંતિ બની જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને જન્મદિવસના અંગત ઉત્સવ અવસરે વૃક્ષારોપણ પ્રવૃત્તિની પ્રેરણા આપવા માટે અભિયાન શરુ કર્યાનું પણ જણાવ્યું હતું. આ અભિયાનની શરૂઆતમાં જ પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓના જન્મદિવસ હોય જેથી રોપા ભેટ રૂપે આપીને ડો રવીન્દ્ર ભટ્ટે અભિયાન શરુ કર્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne