મોરબી: 0 થી 12 વર્ષના બાળકો માટે શારીરિક અને માનસિક વિકાસમાં અતિ ઉત્તમ અને ઉપયોગી એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આવતીકાલે યોજાશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, લીઓ ક્લબ ઓફ મોરબી સિટી, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આવતીકાલ તારીખ 12 ડિસેમ્બર ને સોમવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના પાંચ સ્થળે વિનામૂલ્ય સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. જેમાં (1) ઘુંટુ ખાતે બાપા સીતારામ મઢુલીની બાજુમાં 2-પટેલ શોપિંગમાં આવેલા નીલકંઠ ક્લિનિક (2) આલાપ રોડ પર રામદેવપીર મંદિર સામે શ્રીરામ પ્લાઝામાં આવેલા શ્રીજી ક્લિનિક (3) મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રભુ કૃપા શોપિંગમાં આવેલા સહયોગ ક્લિનિક (4) પંચાસર રોડ પર સીતારામ શોપિંગમાં આવેલા જીનામ ક્લિનિક અને (5) ઉમા ટાઉનશિપ મેઈન રોડ પર સરસ્વતી સોસાયટીમાં આવેલા ઉમા ક્લિનિક ખાતે 0 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. તો આ કેમ્પનો મહત્તમ બાળકો લાભ લે તે માટે વાલીઓને અપીલ કરવામાં આવી છે.