મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા ગરબીનાં આયોજકો, પૂજારીઓ અને બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવરાત્રીનાં પાવન પર્વમાં હાલના સાંપ્રત સમયમાં પણ શહેરી વિસ્તારની ઘણી ગરબી આયોજકોએ આજદિન શુદ્ધિ પ્રાચીન ગરબી અને નવરાત્રી પર્વની પવિત્રતા જાળવી રાખી છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આવા પ્રાચીન ગરબીનાં આયોજકોનું, પૂજારીઓનું અને ગરબીની બાળાઓનું લ્હાણી આપીને સન્માન કરવાનું આયોજન કરેલ છે. જેમાં મોરબીના જૂના લીલાપર રોડ પર સરકારી ગૌશાળા સામે જય માતાજી ગરબી મંડળ આશરે 36 વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરી રહ્યા છે. 36 વર્ષથી એ જ આસ્થા અને પવિત્ર ભાવનાથી બાળાઓ અને માઈ ભક્તો દ્વારા જગજનની માં ભગવતીની ભક્તિ આરાધના અવિરત ચાલે છે. જેમાં આજુબાજુની સોસાયટીમાં રહેતા દરેક સમાજની આશરે 45 જેટલી બાલિકાઓ હોંશેહોંશે માતાના ગુણગાન ગાવા અને ગરબે રમવા આવે છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી આ તમામ બાળાઓને સન્માનિત કરવા ભેટ રૂપે લ્હાણી આપી, નાસ્તો કરાવવામા આવ્યો, સાથે ગરબીના આયોજકો જગદીશભાઈ ગજીયા, નિલેષભાઈ પ્રજાપતિ, કેતનભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભગીરથસિંહ ઝાલા તેમજ સાથી કાર્યકરોનું સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાંથી પ્રમુખ ટી. સી. ફુલતરીયા, પ્રાણજીવનભાઈ રંગપરીયા, હિતુભાઇ ભાવસાર, પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ કાવર તેમજ રીજીયન ચેરપર્સન પી.એમ. જે.એફ.રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહી આયોજકોનું મોમેન્ટો આપી અભિવાદન કરેલ અને સર્વે આયોજકોનો આભાર વ્યક્ત કરેલ હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..