મોરબી: રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ 'લાયન્સ ક્લબ જેતપુર રોયલ'ના ફાઉન્ડર પ્રમુખ જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે 'લાયન્સ ક્લબ ઑફ મોરબી' સિટી દ્વારા કે.પી.ટેક નોનવુવેન ઇન્ડિયા પ્રા.લી.ના પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ તકે મંત્રી જયેશભાઇ રાદડિયાએ કે.પી.ટેક નોનવુવન કંપનીની મુલાકાત લઈ 'આત્મનિર્ભર ભારત' યોજના અંતર્ગત સ્વદેશી માસ્ક, N95 માસ્ક, સહિત અધ્યતન સ્ટેટ-ઑ' આર્ટ પ્લાન્ટ, મશીનરીમાં ચાલતી ઉત્પાદન પ્રક્રિયાને રસ પૂર્વક નિહાળી હતી અને કે.પી.ટેક નોંનવુવનના રમેશભાઈ રૂપાલા અને ટીમને અભીનંદન આપ્યા હતા. આ મુલાકાત દરમ્યાન માજી કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું કે .પી ટેક પરિવાર વતી વાસુ રૂપાલા, ક્રિષ્ના રૂપાલા, મનસુખભાઇ રૂપાલાએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. 'લાયન્સ ક્લબ ઑફ મોરબી' સિટીના પ્રમુખ એ.એસ. સુરાણી, માજી પ્રમુખ ભીખાભાઇ લોરિયા, ટી.સી.ફૂલતરીયા, કેશુભાઈ દેત્રોજા, વિપુલ કોટડીયા વગેરે એ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા સમક્ષ 'લાયન્સ કલબ ઑફ મોરબી' સીટી ધ્વારા 'ગ્રીન મોરબી ક્લીન મોરબી'ના લાયન્સ કલબના મોટોને ઉજાગર કર્યો હતો અને પ્રેરક પ્રોત્સાહન સાથે વૃક્ષારોપણ કરવા અંગે ટીમ લાયન્સ કલબ ઑફ મોરબી સિટી ધ્વારા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.