સામાજિક કાર્યકર દ્વારા પાણીની લાઈન રિપેર કરવા ચીફ ઓફિસરને કરાઈ રજુઆતમોરબી : મોરબીમાં સામાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ દરવાજા સામે પાણીની લાઈન લીક થઈ ગઈ હોવાથી તે રીપેર કરાવવા બાબતે સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલ દ્વારા મોરબી ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં સામાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ દરવાજા સામે પાણીની લાઈન ઘણા સમયથી તૂટી ગઈ છે. જેના કારણે દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. દિવસ દરમ્યાન આ જગ્યાથી ભારે અને રોજબરોજના વાહનોની અવરજવર રહે છે. જેના કારણે રસ્તા પરનું પાણી આજુબાજુના વિસ્તારમાં ગંદકી કરે છે. આટલું પાણી રસ્તા પર વેડફાટ થતા રસ્તા પણ નદી જેવી સ્થિતિ ઉદ્ભવે છે. દેશમાં અનેક જગ્યાએ પીવાનું પાણી નસીબ નથી થતું જ્યારે આ વિસ્તારમાં હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. ત્યારે આ વિસ્તારમાં પાણી જન્ય રોગોનો પણ ઉદ્ભવ થયેલો છે. નાના બાળકોને શાળાએ જવા માટે તથા સામાન્ય નાગરિકોને રોજબરોજના કામે જવા માટે મુસીબતનો સામનો કરવો પડે છે. ત્યારે આ તકલીફનો સત્વરે નિકાલ કરવા માંગ કરવામાં આવી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news