સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિ નિકલ સિવાયની બિનલોહ ધાતુઓ ઢીલી: પ્રથમ સત્રમાં રૂ.૧૦૯૭૫ કરોડનું ટર્નઓવર મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૭૬,૯૪૮ સોદામાં રૂ.૧૦૯૭૫.૨૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૭૯ વધ્યો હતો. નિકલ સિવાયની બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રબર, કોટનના વાયદાના ભાવમાં નરમાઈના માહોલ સામે સીપીઓ અને મેન્થા તેલમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૬૫૭૨ સોદાઓમાં રૂ.૫૫૭૪.૫૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૦૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૨૭૫ અને નીચામાં રૂ.૪૬૮૨૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧ વધીને રૂ.૪૭૨૩૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૬૭૧ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૭૨ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬ વધીને બંધમાં રૂ.૪૬૯૨૭ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૮૯૪ અને નીચામાં રૂ.૬૭૯૯૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૯ વધીને રૂ.૬૮૮૧૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૨૪૦ વધીને રૂ.૬૮૭૯૦ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૨૩૯ વધીને રૂ.૬૮૭૭૭ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૮૮૧૭ સોદાઓમાં રૂ.૨૧૩૦.૯૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૬૪ અને નીચામાં રૂ.૪૭૧૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૪૭૨૨ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૪૦૦ સોદાઓમાં કુલ રૂ.૩૮૧.૫૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૭૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૯૦૦ અને નીચામાં રૂ.૨૧૫૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦ ઘટીને રૂ.૨૧૬૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૬૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૮ વધીને બંધમાં રૂ.૧૧૬૬.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૭.૮ અને નીચામાં રૂ.૯૬૨ રહી, અંતે રૂ.૯૬૪.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૨૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૨૨.૫ અને નીચામાં રૂ.૧૩૨૨.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ ઘટીને રૂ.૧૩૨૨.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૬૪૫ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩ ઘટી રૂ.૧૬,૫૧૪ના સ્તરે રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૪૨૧૦૪ સોદાઓમાં કુલ રૂ.૩૦૯૧.૨૮ કરોડ ની કીમતનાં ૬૫૭૮.૪૧૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૪૪૬૮ સોદાઓમાં કુલ રૂ.૨૪૮૩.૨૬ કરોડ ની કીમતનાં ૩૬૨.૫૧૭ ટન, ક્રૂડ તેલમાં ૧૨૯૧૮ સોદાઓમાં રૂ.૯૪૮.૭૨ કરોડનાં ૨૦૦૦૪૦૦ બેરલ્સ, કોટનમાં ૫૩૬ સોદાઓમાં રૂ.૪૭.૭૯ કરોડનાં ૨૧૮૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૨૧ સોદાઓમાં રૂ.૩૩૧.૭૨ કરોડનાં ૨૮૯૫૦ ટન, મેન્થા તેલમાં ૧૪ સોદાઓમાં રૂ.૧.૫૬ કરોડનાં ૧૬.૨ ટન, રબરમાં ૨૮ સોદામાં રૂ.૪૬.૪૯ લાખનાં ૨૮ ટન, કપાસમાં ૧ સોદાઓમાં રૂ.૨.૬૫ લાખનાં ૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૦૫૩.૨૩૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૫૬.૮૪૮ ટન, ક્રૂડ તેલમાં ૭૪૦૮ બેરલ્સ, કોટનમાં ૨૩૦૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૪૫૬૦ ટન, મેન્થા તેલમાં ૫૫.૦૮ ટન, રબરમાં ૨૫૮ ટન અને કપાસમાં ૧૧૬ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૧ અને નીચામાં રૂ.૨૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૯૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૦ અને નીચામાં રૂ.૨૮૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૭.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૪૦ અને નીચામાં રૂ.૧૧૩૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૨૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૮૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૦ અને નીચામાં રૂ.૧૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૬.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૦.૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૬ અને નીચામાં રૂ.૧૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૩.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૯.૫ અને નીચામાં રૂ.૧૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૭ બંધ રહ્યો હતો.