મોરબી : સમસ્ત વાળંદ સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી લીમ્બચ ભવાની માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ-8ના રોજ ઉજવવામાં આવશે. આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ મોરબી શહેર તથા ગ્રામ્ય વિભાગ વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે.5 એપ્રિલના રોજ મોરબીમાં સમસ્ત વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે બપોરે 12 કલાકે લખધીરવાસ ખાતે આર્ય સમાજ મંદિરની સામે આવેલી દરજી જ્ઞાતિની વાડીમાં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો સર્વે જ્ઞાતિ બંધુઓને સહપરિવાર દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.