મોરબી : આજરોજ 16 મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય લીલીપર ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લીલાપર ગામનાં સીએચઓ ડૉ. હિરલ ઓઝા, હેલ્થ વર્ક્સ અને આશા વર્કર દ્વારા લીલાપરનાં ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી આપવામાં આવી હતી.રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમેતે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ? ડેન્ગ્યુ ન થાય તે માટે શું શું કરવું, અઠવાડિયામાં એક વાર ડ્રાય ડે રાખવો. જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરનાં ઈંડાનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત મોરબી જિલ્લા અધિકારી ડૉ. કવિતા દવે, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરનાં મેડિકલ ઓફિસર ડૉ. હિરલ સનારિયાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.