4 મહિના પહેલા થુકના સાંધા સમાન પતરાની આડસ મૂકી દેવાય, પણ ભુવો ફેલાઈને પતરાની બહાર નીકળી ગયોમોરબી : કોઈ દુર્ઘટના ઘટે પછી જ તંત્ર જાગે છે આ વાસ્તવિકતા છે. રવાપર રોડ ઉપર કુવા જેવડો એક ભુવો પડી ગયો છે. 4 મહિનાથી કોઈ નોંધનીય કાર્યવાહી થઈ નથી. તંત્ર જાણે દુર્ઘઘટનાની રાહ જોતું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે 4 મહિના પૂર્વે રવાપર રોડ ઉપર મસ મોટો ભુવો પડ્યો હતો. એક કાર તેમાં સમાઈ જાય એટલી સાઈઝનો આ ભુવો છે. તંત્ર દ્વારા થુંકના સાંધા સમાન માત્ર પતરાની આડસ મૂકીને સંતોષ માની લેવાના આવ્યો છે. હવે પરિસ્થિતિ એ થઈ છે કે આ ભુવો મોટો થઈ રહ્યો છે. ભુવાનો ખાડો પતરાની બહાર નીકળી ગયો છે. જેની ઊંડાઈ પણ વધુ હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં મોરબીમાં એક બાળકનું ખુલ્લા ખાડામાં પડી જવાથી મોત થયું હતું. ત્યારબાદ તંત્રએ અનેક જગ્યાએ ખુલ્લા ખાડાને પતરા મારી સંતોષ માની લીધો છે. કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે રવાપર રોડ ઉપરનો આ મસમોટો ભુવો પણ હજુ દુર્ઘટનાની રાહમાં છે. જો તંત્ર કાર્યવાહી નહિ કરે તો અહીં પણ કોઈનો ભોગ લેવાશે તેવું લાગી રહ્યું છે.