મોરબી : નેશનલ હાઇવે ઉપર જાંબુડિયાથી લાલપર સુધી લાઈટોની હાલત ખરાબ છે. અમુક પોલ ઉપર લાઈટો તૂટેલી હાલતમાં છે. તો અમુક પોલ ઉપર લાઈટો જ નથી. જેના કારણે રાત્રીના સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ મામલે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.