મંદિરના શિખરને અને મંદિરમાં લાગાવેલ ટાઇલ્સને નુકસાન હળવદ : હળવદમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદની સાથે આકાશી વીજળી ત્રાટકી છે તાલુકાના શિવપુર ગામે રામજી મંદિર પર વીજળી પડતા મંદિરના શિખરની સાથે અંદર પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજ પડતાની સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધરામણી કરે છે જોકે તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડવાના પણ બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે મોડી સાંજે પડેલા વરસાદની સાથે શિવપુર ગામે રામજી મંદિર પર વીજળી પડતા મંદિરના શિખરમાં તાળા પડી ગયા હતા સાથે જ મંદિરની અંદર લગાવેલ ટાઇલ્સને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.