હનુમાનજીની મૂર્તિ પણ થોડા અંશે ખંડિત થઈ ગઈ : મંદિરને ભારે નુકસાનીમોરબી : મોરબીના સોલંકીનગર ગામે ગત રાત્રીના હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડવાથી છત ધરાશાયી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરને મોટા પાયે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વિગતો આપતા સોલંકીનગર ગામના ચાંપરાજભાઈ રાઠોડે જણાવ્યુ કે ગત રાત્રીના તેઓના ગામમાં પવન સાથે માવઠું પડ્યું હતું. આ વેળાએ વીજળીના કડાકા-ભડાકા પણ થતા હતા. રાત્રીના 11 વાગ્યાના અરસામાં ગામમાં આવેલા હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડી હતી. જેના કારણે મંદિરની છત ધરાશાયી થઈ છે. મૂર્તિ પણ થોડી ખંડિત થઈ છે. આમ મંદિરને મોટાપાયે નુકસાની થઈ છે.