સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર અંધકારપટ છવાયો વીજ તંત્રએ કમ્પ્લેઇન નંબરના ફોન ઉપાડવાનું જ બંધ કર્યું મોરબી : મોરબી પંથકમાં ગઇકાલે સાંજથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતાં જ અનેક સ્થળોએ વીજળીના ધાંધિયા સર્જાય હતા અને ત્રણથી ચાર કલાક સુધી વીજપુરવઠો ન મળતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. મોરબીના અવની ચોકડી નજીકના વિસ્તારોમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી ચાર-પાંચ કલાક સુધી વીજળી ન હતી. જ્યારે રવાપર-ધુનડા રોડ પર પણ સાંજના 6 વાગ્યાથી ચારેક કલાકથી વધુ સમય સુધી વીજળી ન હતી અને શનાળા પી.જી.વી.સી.એલ.નો સંપર્ક નંબર સતત બંધ આવતો હતો. આવી રીતે લાલપર જી.ઈ.બી. હેઠળ આવતા ભડિયાદ વિસ્તારમાં પણ સાંજે 7 વાગ્યા થઈ લાઇટ ગુલ હતી અને તંત્ર ફોન પણ ઉપાડતા નહતા તેવી ફરિયાદ રહીશોએ કરી હતી. આમ, સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર લાઇટના ગુલ થવાથી અંધકારપટ છવાઇ ગયો હતો. ત્યારે વીજતંત્ર ફરી આવી સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..