મોરબી : મોરબી જીલ્લાના ધુળકોટ ગામે આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર ગઈકાલે સાંજે અંદાજે સાતક વાગ્યા ના અરસામાં વીજળી પડી હતી. જો કે, સદભાગ્યે મંદિરમાં અનેક ભક્તો હાજર હોવા છતાં ઈશ્વર કૃપાથી કોઈ જાનહાની થઈ ન હતી. ધૂળકોટ ગામે આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં એકાએક સફેદ પ્રકાશ સાથે પ્રચંડ ધડાકા થયો હતો. સાથે મંદિરમાં અંઘકાર છવાઈ ગયો હોવાનું મંદિરમાં હાજર ભક્તો જણાવી રહ્યા છે. મંદિરમાં ઘટના સમયે હાજર બીજા એક ભક્ત કહ્યું હતું કે, મંદિરના શિખર ઉપર ધજાના દંડ સાથે સફેદ રોશની અથડાતા પ્રચંડ કડાકો થયો મંદિરની લાઈટ જતી રહી હતી. જો કે, રાધાકૃષ્ણ દેવની કૃપાથી કોઇ જાનહાનિ થઇ ન હતી. મંદિરમાં ઈલેક્ટ્રીક ઉપકરણોમાં નુકસાન થયું હતું. સાથે જ આજુબાજુના ધરોમાં ટીવી સહિત ઉપકરણોને નુકસાન થયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..