ગઈકાલે સાંજે વીજળી પડતા ઝૂલતા પુલ ઓફિસનું વાયરિંગ પણ બળીને ખાખ મોરબી : મોરબીમાં ગઈકાલે મેઘરાજાએ સટાસટી બોલાવવાની સાથે કેટલાક સ્થળોએ આકાશી વીજળી ત્રાટકી હતી. જેમાં ઝૂલતા પુલના સામા છેડે સ્વામિનારાયણ મંદિર નજીક વીજળી ખાબકતા કેટલાક વૃક્ષને નુકશાન પહોંચવાની સાથે દીવાલને પણ નુકશાન પહોંચ્યું હતું અને ઝૂલતા પુલની ઓફિસનું વાયરિંગ પણ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. ગઈકાલે સાંજે સાડા છએક વાગ્યાના અરસામાં વાદળોના ગળગળાટ વચ્ચે ગઈકાલે મોરબીના ઝૂલતા પુલના સામેકાંઠેના છેડે સ્વામિનારાયણ મંદિર નજીક આકાશી વીજળી ત્રાટકતા મંદિર પરિસર અને ઝૂલતા પુલ ઓફિસ વચ્ચે આવેલા વૃક્ષને નુકશાન પહોંચવાની સાથે ભેદી ધ્રુજારીથી દીવાલ પણ તૂટી જવા પામી હતી. વધુમાં ઝૂલતા પુલ ઓફિસમાં કામ કરતા હિતેનભાઈએ ઉમેર્યું હતું કે, આ ઘટનામાં ઝૂલતા પુલની ઓફિસનું વાયરિંગ પણ બળી જવા પામ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..