મોરબી : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ છુટા છવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા અપાયેલી માહિતી મુજબ મોરબીમાં આવતીકાલે 3 ઓગસ્ટે 9 મી.મી., 4 ઓગસ્ટ 16 મી.મી., 5 ઓગસ્ટે 13 મી.મી., 6 ઓગસ્ટ 4 મી.મી. અને 7 ઓગસ્ટે 2 મી.મી. જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.