મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારથી હવામાન વિભાગની આગાહી મુજબ હળવા વરસાદી ઝાપટા યથાવત રહ્યા છે.છેલ્લા ૨૬ કલાક દરમિયાન હળવદમાં ૧૯ મીમી અને મોરબીમાં ૧૬ મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા છે.જેમાં સવારે ૬ થી ૮ વાગ્યાના સમયગાળામાં વાંકાનેર અને હળવદમાં સૌથી વધુ ૩-૩ મિમી તેમજ મોરબી તાલુકામાં ૨ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે માળિયા અને ટંકારા તાલુકામાં વરસાદ શૂન્ય રહ્યો હતો. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી મોરબી, હળવદ અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે. જિલ્લામાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૪૮૬.૨ મિમી થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોરબી તાલુકામાં ૬૨૩ મિમી, હળવદમાં ૪૮૫ મિમી, વાંકાનેરમાં ૪૭૯ મિમી, માળિયામાં ૪૫૦ મિમી અને ટંકારામાં ૪૦૨ મિમી કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રવિવારે સવારે 6થી સોમવારે સવારે 6 સુધીનો વરસાદમોરબી - ૧૪ મીમીહળવદ - ૧૬ મીમીટંકારા - ૭ મીમીવાંકાનેર - ૫ મીમીમાળીયા - ૪ મીમીસોમવારે સવારે 6થી 8 દરમીયાન થયેલો વરસાદમોરબી - ૨ મીમીહળવદ - ૩ મીમીટંકારા - ૦૦ મીમીવાંકાનેર - ૩ મીમીમાળીયા - ૦૦ મીમી