મોરબી : મોરબી શહેરમાં આજે રવિવારે મેઘરાજાનું આગમન થયું છે. આજે સવારથી જ મોરબી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોરના સમયે મોરબી શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે મોરબીવાસીઓ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.