મોરબી : મોરબીના વિદ્યુતનગરમાં પત્ની ઉપર ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએ દસ્તાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી કેસમાં નામદાર મોરબી અદાલતે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારવા હુકમ કર્યો છે.આ કેસની વિગત જોઈએ તો મોરબીના વિદ્યુતનગરમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામના મહિલાને તેમના પતિ પ્રવીણભાઈ મંછારામ કુબાવતે ચારિત્ર્ય અંગે શંકા કરી અવાર નવાર ત્રાસ આપી ગત તા.10-3-2022ના રોજ દસ્તાના ઘા ઝીકી પતાવી દેતા હત્યાના બનાવ અંગે મૃતકની પુત્રી ઉર્વીશાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.આ બનાવ અંગનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા છ મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો નજર સમક્ષ રાખી આરોપી પ્રવીણ કુબાવતે આજીવન કેદની સજા ફટકારી હતી.