હળવદ જીઆઇડીસી સામે બની ઘટના : ઘટનાને પગલે 40 મિનિટથી વધુ સમય સુધી ટ્રેન ઉભી રહીહળવદ : હળવદ શહેરમાં રહેતા ૫૮ વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર જીઆઇડીસી સામે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાસને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિંહભાઈ પટેલ ઉંમર વર્ષ ૫૮એ ગઈકાલે મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર શહેરની જીઆઇડીસી સામેથી પસાર થતા રેલવે ટ્રેક પર માલગાડી હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો છે.બીજી તરફ આ ઘટનાને પગલે 40 મિનિટથી વધુ સમય સુધી ટ્રેન રોકાઈ હતી. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શાંતિલાલ મહિલા ભાજપ અગ્રણી જશુબેન પટેલના પતિ હોય જેથી હોસ્પિટલ ખાતે ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા.સાથે જ પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.