એક તરફ ઝરમર વરસાદ બીજી તરફ ઠંડીનો ચમકારો : સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદની માત્રા નહીવત્ હોવા છતાં, સમગ્ર પંથકમાં વાતાવરણ છેલ્લા 4 દિવસથી ટાઢુંબોળ બની ગયું છે. સૂર્યનારાયણના દર્શન ન થવાના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે, અને લોકો બેવડી ઋતુનો અનોખો અનુભવ કરી રહ્યા છે.સવારના સમયે કહેવાતી ઠંડી પડવાના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી રહી છે.બીજી તરફ, વરસાદ સાવ હળવો કે ઝરમર હોવા છતાં, ઠંડા વાતાવરણના કારણે આખો દિવસ લોકોને રેઇનકોટ કે છત્રીની જરૂર પડતી હોવાનું નોંધાયું છે. આ ઠંડી અને વરસાદની બેવડી ઋતુ (ડબલ સિઝન) નો અનુભવ ખેડૂતો અને સામાન્ય નાગરિકો એમ બંને માટે ચિંતાનો વિષય બન્યો છે.• સવારથી અત્યાર સુધીનો વરસાદમોરબી - 4 mmવાંકાનેર - 3 mm હળવદ - 2 mm ટંકારા - 1 mm