સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજન યોજાયું : 750 જેટલા પરિવારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યામોરબી : મોરબી ખાતે સરદાર લેઉવા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા સૌરાષ્ટ્ર - કચ્છમાથી રોજી રોટી કમાવવા માટે મોરબી શહેરના રહેવાસી બની કામ ધંધો કરી ગુજરાન ચલાવતા લેઉવા પાટીદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.મોરબીમા વસતા લેઉવા પાટીદાર સમાજના સભ્યોનો પરિચય,સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજનનુ આયોજન કરવામા આવ્યુ હતું..આ તકે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે. વી. કાકડીયા, જિલ્લા ટ્રેઝરી અધિકારી પી.આર.રાવરિયા તેમજ મામલતદાર, નાયબ મામલતદાર , પોલીસ અધિકારીઓ, મોરબીમા સેવા આપતા લેઉવા પાટીદાર સમાજના ડોકટરો, સી. એ. વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમાજના જ્ઞાતિ રત્નો એવા નરેન્દ્રભાઈ સંધાત કે જેઓ ભારત સરકારના સિરામિક અને રિફેક્ટરી વિભાગના સભ્ય છે અને સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપતા હોય તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ. મોરબીની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ - મોરબી તથા ઉમા સંસ્કાર ધામ- લજાઈના અધ્યક્ષ એ.કે.પટેલ , સરદાર લેઉવા પાટીદાર સમાજ- ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ તથા સભ્ય હસુભાઈ દુબરિયા, આર.ડી.સી. બેંક ના ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા વગેરે નુ સ્વાગત અને સન્માન મોરબી તાલુકા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ સુમંતભાઇ રોકડ, ઉપપ્રમુખ મંગલજીભાઈ સુવાગીયા, ખજાનચી મુકેશભાઈ રામાણી તથા સભ્યો ધર્મેશભાઈ રામાણી, ઘનશ્યામભાઈ રોકડ, બાબુભાઈ મોરજા, કાંતિભાઈ ડોબરીયા, જેન્તીભાઇ શેખડા,સુમિતભાઈ સંઘાણી, સંદીપભાઈ તારપરા, રમેશભાઈ ભંડેરી, નીતિનભાઇ દુધાત્રા, વગેરે લોકોએ કર્યુ હતુ અને સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી. મોરબી લેઉવા પાટીદાર સમાજના 750 જેટલા કુટુંબીજનો એ સમૂહભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને અંતે અંકિતભાઈ માવાણી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.