CET, PSE, NMMS અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવ્યો ઉત્કૃષ્ટ દેખાવમોરબી અપડેટ: મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને વર્ષ 2025/26 માં ધો.5 માં લેવાતી CET અને PSE તેમજ ધો.8 માં લેવાતી NMMS અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ સર્વોત્તમ સિદ્ધિ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યો છે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવતા જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ થકી જ વ્યક્તિના આચાર, વિચાર, મૂલ્યનિષ્ઠા અને ભાવવિશ્વનું નિર્માણ થતું હોય છે. Together We Achieveની ભાવના સુદૃઢ બનતી હોય છે અને સૌ Education for Life એટલે કે જીવન માટેનું શિક્ષણ આપી રહ્યા છે. વર્ષ 2025/26 માં યોજાયેલ CET, CGMS, NMMS અને PSE પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા, ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીનું સફળ પરિણામ તેની વ્યક્તિગત મહેનત તેમજ યોગ્ય અધ્યાપન પદ્ધતિ, સમર્પણ અને ઉત્તમ કર્મયોગનું સૂચક છે.NEP 2020 ના Competency-Based Learning, Critical Thinking, Collaborative Learning, Holistic Development અને Experiential Learning જેવા શૈક્ષણિક અભિગમોને આત્મસાત કરીને કાર્યાન્વિત કર્યા હોવાનું આ પરિણામ સાબિત કરે છે. વિદ્યાર્થીઓ સ્કોલરશીપ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને તેમના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ કાર્યોમાં કરશે. પત્રમાં જણાવ્યા અનુસાર, “Knowledge turns into Wisdom when it eases Suffering” અને “મંગલકારી જ્ઞાન, એ જ પ્રજ્ઞાનું ઉચિતમ સ્વરૂપ છે.”આ અભિનંદન પત્ર બદલ પીએમશ્રી માધાપરવાડી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તમામ શિક્ષક બંધુઓ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડનો આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.#Morbi #MadhaparwadiSchool #StateExaminationBoard #MorbiUpdate #Education #CompetitiveExam #CET #NMMS #PSE