25 વર્ષથી વધુ ઉંમરના બહેનો માટે વિસરાયેલી વિવિધ શેરી રમતો રમાડવામાં આવશેમોરબી : આજની ભાગદોડ ભરી જિંદગીમાં શેરી રમતો ભુલાઈ ગઈ છે ત્યારે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 25 વર્ષથી ઉપરના બહેનો માટે ઓપન મોરબી ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂની શેરી રમતો બહેનોને રમાડી બચપનની યાદો તાજા કરવામાં આવશેઆગામી તા. 7 જાન્યુઆરીના સવારે 10 કલાકે રવાપર રોડ પર આવેલી નિલકંઠ વિદ્યાલય ખાતે ઇન્ડિયન લાયોનેશ કલબ દ્વારા ફન સ્ટ્રીટ યોજાશે. જેમાં અત્યારના ટેકનોલોજીના સમયમાં ભુલાઈ ગયેલી જુની રમતો જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી દોડ, સંગીત ખુરશી વગેરે રમતો રમાડવામાં આવશે. દરેક રમતોના વિજેતાઓને ક્લબ તરફથી ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.આ ફનસ્ટ્રીટ રમતમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી. તેમજ રજીસ્ટ્રેશન પણ સ્થળ ઉપર જ કરાવવાનું રહેશે. મોરબીની દરેક બહેનોને આ ફન સ્ટ્રીટમાં ભાગ લેવા લાયોનેસ ક્લબ ઓફ મોરબીના મયુરીબેન કોટેચા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.