મોરબી : ટંકારામાં આજે સાંજના અરસામાં ભારે રોમાંચિત ઘટના બની હતી. દયાનંદ સરસ્વતી ચોકમાં આજે ઓચિંતો વાનર આવ્યો હતો. જેને પાણીપુરીની લારી ઉપર બરોબર રીતે પોતાનું સ્થાન જમાવી લીધું હતું. સામે ઉદાર દિલના લારીવાળાએ વાનરને પાણીપુરી ખવડાવીને વાનરની જઠરાગ્નિ ઠારી હતી. સામે વાનરને પણ પાણી પુરી ખાઈને જાણે મજા પડી ગઈ હોય તેવા પ્રતિભાવ આપ્યા હતા.