વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન મોરબી : વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદ અને હોમીયોપેથના 25 જેટલા તબીબો સેવા આપશે. આગામી તા.21 ડિસેમ્બરના રોજ મોરબી ઉમિયા સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રજ્ઞા પુરાણ કથા સ્થળ ખાતે વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહારોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું છે જેમાં 25 જેટલા નામાંકિત તબીબો સેવા આપનાર છે. આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકોએ તા.16થી 20 દરમિયાન ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સવારે 8થી 12 અને બપોરે 4થી 6 દરમિયાન કેસ લખાવી જવા અને વધુ વિગતો માટે મોબાઈલ નંબર 6352299810 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..