મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ ધામા નાખ્યા છે. કોયલી, કાંતિપુર તરફ દીપડો દેખાયા બાદ આજે શુક્રવારે રાતે ગીડચ ગામની સીમમાં દીપડો દેખાયો હતો. ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગની જાણ કરી છે.મોરબીના ગીડચ ગામના ખેડૂત ભરતભાઈ સહિતના આગેવાનોએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે ગીડચ ગામમાં શુક્રવારની રાત્રીના ખેડૂત ભરતભાઈ સોનારાને દીપડો જોવા મળ્યો હતો. જે અંગે ગ્રામજનોને જાણ કરતા ગામના આગેવાનોએ દીપડા ફૂટ માર્કના નિશાન કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયદીપસિંહ જાડેજા સહિતની ટીમ ગીડચ જવા રવાના થઈ હતી.