ભારે વરસાદના કારણે અગાઉ સ્થગિત થયેલ સેવાકીય આયોજન હવે 09-08-2026ના રોજ યોજાશેમોરબી અપડેટ: મોરબીમાં પર્યાવરણ અને જીવદયાના ઉત્તમ કાર્યો સાથે સંકાયેલ લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા આવતીકાલે તારીખ 09-08-2026 અને રવિવારના રોજ નિઃશુલ્ક રોપા વિતરણ, રાહત દરે કુંડા વિતરણ, ચકલીના માળાનું વિતરણ તેમજ રાહત દરે રાખડીનું વિતરણ કરવામાં આવશે.અગાઉ તારીખ 02-08-2026ના રોજ ભારે વરસાદ અને રેડ એલર્ટના કારણે આ આયોજન સ્થગિત કરવામાં આવ્યું હતું, જે હવે આવતીકાલે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યું છે. ક્લબનો મુખ્ય ઉદ્દેશ જીવ માત્રની સેવા કરવાનો અને કોઈને કોઈ રીતે લોકઉપયોગી બનવાનો છે.આ સેવાકીય પ્રવૃત્તિમાં મોરબીવાસીઓને સહભાગી બનવા અને વધુથી વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડી સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. કોઈપણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન પણ સ્વીકાર્ય છે, જેના માટે 9537070527 અથવા 9328909058 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #LeoClubMorbi #NazarbaghRoyal #TreeDistribution #SocialService #Morbi