352 ક્વિન્ટલ ઘઉં અને 364 ક્વિન્ટલ તલની આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8 જુલાઈ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, ચણા, ગુવાર બી અને કાળા તલ તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 352 ક્વિન્ટલ એટલે કે 1760 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 531 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 364 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1882 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1054, જીરુંના 3770, બાજરાના 317, જુવારના 635, ચણાના 1096, કાળા તલના 3485 અને ગુવાર બીના 967 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1200 રૂપિયા, રીંગણાના 1000 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 650 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 900 રૂપિયા, લીંબુના 360 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.