પ્રથમ મુદતમાં 9 આરોપીઓને રજૂ કરાયા : 22મી ફેબ્રુઆરીની મુદત પડતી : 23 પીડિત પરિવાર વતી વકીલાતનામું રજૂ મોરબી : મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાના કેસમાં આજથી મોરબીની અદાલતમાં કાનૂની યુદ્ધ શરૂ થયું છે, આજે ઝૂલતા પુલ કેસની શરૂઆત થતા નવ આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા. જો કે, પ્રથમ દિવસે ઝૂલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 23 મૃતકોના પરિવારજનો વતી આજે વકીલાતનામું રજુ કરાયું હતું અને આ કેસમાં આગામી તા.23ફેબ્રુઆરીની મુદત પડી છે. તા.30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અજંતા ઓરેવાના બે મનેજર,ટિકિટ બારી ક્લાર્ક, કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ફરમાવાયા બાદ આજે નામદાર મોરબી કોર્ટમાં કેસ શરૂ થયો છે જે અન્વયે નવેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ કેસમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 23 મૃતકોના પરિવારજનો વતી આજે એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વકીલાતનામું રજુ કરાયું હતું. જો કે, આજે આ કેસમાં મુદત પડી હતી અને આગામી તા.22 ફેબ્રુઆરીના રોજની મુદત આપવામાં આવીયુ હોવાનું જાણવા મળે છે.