મોરબી: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અને નાલ્સા (નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી)ની વિવિધ યોજનાઓ હેઠળ કાનૂની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મોરબીના શકત શનાળા ગામમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ફૂલ ટાઈમ સેક્રેટરી, DLSA ડી.એ. પારેખ, લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ (LADC) એડવોકેટ આર.જે. જાડેજા અને બી.એન. ઝાલા, તેમજ હેડ ક્લાર્ક વિપુલભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં કાનૂની અધિકારો અને સેવાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો.