મોરબી: મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે તારીખ 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન તાલુકા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલના રોહિતસિંહ જે. જાડેજા, ક્લાર્ક રતિલાલ મકવાણા અને દિવ્યાબેન સોલંકી વિશેષ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને કાનૂની સહાય વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.