મોરબી : મોરબીમાં લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ડિસ્ટ્રીક લીગલ સર્વિસીસ ઓથોરિટી અને જિનિયસ ગ્રુપના સહયોગથી મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિર યોજાઈ હતી. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ અને સંસ્થાના સ્ટાફની મહિલાઓને સ્વબચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન અપાયું તેમજ જાતીય સતામણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પુરુષ પ્રધાન સમાજમાં અગ્નિપરીક્ષા હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે તેમજ સ્ત્રીઓ અબળા છે તે માનસિકતા બદલાવી અનિવાર્ય છે તેમ વક્તા રોહિત સિક્કાએ જણાવ્યું હતું. માર્શલ આર્ટસ અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપના નિષ્ણાંત એવા બાસુજીત સિંઘ અને વૈશાલી જોશી દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનીક શીખવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર. કે. પંડ્યા એ મહિલાઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જે. એમ. આલ (પી.આઈ.), વી. એલ. સાકરીયા (મહિલા પી.આઈ.) તેમજ પી. એચ. લગધીરકા (સર્કલ પી.આઈ.) હાજર રહ્યા હતા. સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ સમગ્ર ટીમે સરસ આયોજન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..