માળિયા (મિયાણા) : તારીખ 30 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ માળિયા (મિયાણા) તાલુકાના જુદા જુદા અંતરીયાળ ગામોમાં રાજ્ય કાનુની સેવા સત્તા મંડળની લીગલ અવેરનેસ વાન દ્વારા કાનુની સહાય અને અવેરનેસ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના ડી.વાય.એસ.ઓ. અલ્પેશભાઈ ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા માળિયા (મિયાણા) તાલુકા કાનુની સેવા સમિતિના સેક્રેટરી. એચ.વી. ગોહિલ તેમજ પેનલ એડવોકેટ અમીરદાન ગઢવી તેમજ પ્રકાશભાઈ વ્યાસ અને પી.એલ.વી. અબ્બાસભાઈ જામ અને ચેતનાબેન અને સાયરાબાનુંબેન હાજર રહ્યા હતા અને જુદા જુદા વિષયો જેવા કે બાળ વિવાહ પ્રતિબંધ, સાયબર ફ્રોડ અવેરનેસ તેમજ મફત કાનુની સહાય અને પોકસો એકટ સમજુતી જેવા વિષયો પર ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.