મોરબી : સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર એવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા મોરબીની ખ્યાતનામ એલ.ઇ. કોલેજના તમામ સિન્સિયર સ્ટુડન્ટસનો એક રકતદાન કેમ્પ આગામી સોમવારે આયોજિત કરવામાં આવ્યો છે. એલ.ઇ.કોલેજ રોડ સ્થિત અગનેશ્વર મહાદેવના મંદિરે ખાતે તારીખ 5 ઓગસ્ટને શ્રાવણ માસના પહેલા સોમવારે સવારે 08:30 કલાકથી શરૂ થનાર આ રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છીક રકતદાન કરશે. આ રક્તદાન કેમ્પના સ્પોન્સર તરીકે મોરબીના ઉદ્યોગપતી સાગર સદાતીયા તથા રોહન રાંકજા છે. વધુ વિગત માટે અંકિત ઢોલરિયા મો.નં. 9081592581 તથા ઉદિત સાણંદિયા મો.નં. 7984210934 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne