મોરબી : હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 31 જાન્યુઆરીના રોજ સત્સંગ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના શનાળા બાયપાસ પર ભક્તિનગર સર્કલ ખાતે આવેલા મોર્ડન હોલ ખાતે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી દ્વારા 31 જાન્યુઆરીના રોજ સાંજે 7 થી 9-30 વાગ્યા સુધી સત્સંગ પ્રવચન યોજાશે. જેમાં સુરતના વરાછાના ઈસ્કોનના અધ્યક્ષ મૂર્તિમાન પ્રભુજી પ્રવચનનો લાભ આપશે. આ પ્રસંગે કિર્તન, કથા, આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોરબીના તમામ કૃષ્ણ ભક્તોને આ પ્રવચનનો લાભ લેવા ઈસ્કોન મોરબી દ્વારા જણાવાયું છે.