ફર્નિચરના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં હજુ 10 વ્યાજખોરો પોલીસ પકડથી દૂર મોરબી : મોરબીમાં ફર્નિચરના વેપારીને વ્યાજે નાણાં આપી બાદમાં વ્યાજ-મુદ્દલ સહિતની રકમ વસુલ કર્યા બાદ પણ 11 વ્યાજખોરો દ્વારા બળજબરી આચરી માર-મારી કોરા ચેકમાં સહી કરાવી લેવા પ્રકરણમાં પોલીસે એક વ્યાજખોરને ઝડપી લીધા બાદ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વ્યાજંકવાદી હાલ જેલ હવાલે કરાયો છે. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસમાંથી આમ જનતા મુકત થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડાએ આપેલ સૂચના અન્વયે એ ડિવિઝન પોલીસે ફર્નિચરના વેપારી ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાની ફરિયાદના આધારે (૧) કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા રહે, મોટા દહિંસરા (૨) ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ રહે.મોરબી વાવડી રોડ(૩) ટીકુભાઇ સીંધી લુવાણા રહે. મોરબી યુમના નગર(૪) ભગીરથસિંહ જે. જાડેજા રહેમોરબી(૫) રણછોડભાઇ જીવનભાઇ ( લાલભાઇ) રહે. બરવાળા(૬) વિરપાલસિંહ નથુભા ઝાલા રહે.પંચાસર(૭) યશભાઇ ખીરૈયા રહે.મોરબી યમુનાનગર(૮) મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે.મોરબી (૯) સુખદેવસિંહ જાડેજા રહે.મોરબી સામાકાંઠે વિદ્યુતનગર (૧૦) નીરૂભા ઝાલા રહે. શનાળા અને (૧૧) પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરા પટેલ રહે.રાજકોટ સહિત ૧૧ આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં પોલીસે વ્યાજખોર ટીન્કુભાઇ મનોજભાઇ જેસીંગાણી જાતે સીધી ઉવ ૨૪ ધંધો- મોબાઇલની દુકાન રહે. મોરબી, યમુનાનગર,નવલખી રોડ વાળાને ઝડપી લઈ નામદાર કોર્ટમાં 5 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના 3 દિવસના રીમાન્ડ મંજુર કરેલ. બાદ રીમાન્ડ સમય પુર્ણ થતા નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે જેલ વોરંટ ભરી આપતા જેલમાં મોકલવામાં આવેલ છે. આ કેસમાં અન્ય આરોપીને પકડવાની તપાસ તજવીજ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..