ટેન્ડર ફોર્મ તા.10 ફેબ્રુઆરી સુધીમાં કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી મેળવી શકાશેમોરબી : મોરબી જિલ્લાની રાજય સરકારની તમામ કચેરીઓમાંથી તા.1 ફેબ્રુઆરીથી તા.31 માર્ચના પુરા થતા સમય સુધીનો વર્ગ 'અ', 'બ', 'ક' ની રદી પસ્તી ઉપાડવાનો ઈજારો આપવાનો છે. રસ ધરાવતા વ્યકિત,સંસ્થાઓએ ટેન્ડર ફોર્મ મેળવવા માટે રૂા.100 (અંકે રૂપીયા એકસો પુરા) (જે પરત મળવાપાત્ર નથી.) પરચુરણ સામાન્ય સેવા' ના સદરે સરકારી તિજોરીમાં જમા કરાવી અસલ ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કરી ટેન્ડર નોટીશ બહાર પાડયાની તારીખથી તા.10 ફેબ્રુઆરીના રોજ બપોરના 12 કલાક સુધીમાં કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડ૨ ફોર્મ મેળવી લેવાના રહેશે.ટેન્ડર ફોર્મ સાથે દરેક વર્ગ માટે અનામતની રકમ રૂા.1000 એમ કુલ ત્રણ વર્ગ માટે રૂા.3000 (અંકે રૂપીયા ત્રણ હજાર પુરા) વર્ગવાર '8433 સીવીલ ડીપોઝીટ' રેવન્યુ સદરે 'કલેકટર મોરબી' ના નામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, મોરબીમાં ડ્રાફટથી જમા કરાવી તેનું અસલ ડ્રાફટ સાથેના ટેન્ડર તા.15 ફેબ્રુઆરી સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. ટેન્ડર ફોર્મ તા.23 ફેબ્રુઆરીના રોજ કલાકે કલેકટર કચેરી, મોરબી ખાતે નિવાસી અધિક કલેકટર રૂબરૂ ખોલવામાં આવશે.ટેન્ડર ફોર્મ ખોલતી વખતે ભાવપત્રક બાબત કોઈપણ જાતની કે કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક દરમિયાનગીરી સ્વીકારવામાં આવશે નહિ. ટેન્ડર ફોર્મ મંજુર કે નામંજુર કરવાનો અબાધિત હકક કલેકટર, મોરબીનો રહેશે. વધુ વિગત માટે નિવાસી અધિક કલેકટરની કચેરી મોરબીનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.