મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની તોતીંગ આવક નોંધાઇ છે. જેના કારણે મોટાભાગના ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ત્યારે સવારના 6 વાગ્યાની ડેમોની સ્થિતિ નીચે મુજબની હતી. મચ્છુ 2 ડેમ : 11 દરવાજા 5 ફૂટ ખુલ્લા - 35618 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 10 દરવાજા 5.25 ફૂટ ખુલ્લા - 47943 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 1 ડેમ : 0.69 મિટરે ઓવરફ્લો -19780 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 2 ડેમ : 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા - 4489 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 3 ડેમ : 5 દરવાજા ફૂટ ખુલ્લા - 7411 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ડેમી 1 ડેમ : 0.25 મીટરે ઓવરફ્લો - 5308 કયુસેક પાણીની જાવક. બંગવાડી ડેમ : 0.30 મીટરે ઓવરફ્લો - 814 કયુસેક પાણી છોડાય રહ્યું છે. ઘોડાધ્રોઇ ડેમ : 1 દરવાજો ખુલ્લો - 570 કયુસેક પાણી છોડાય રહ્યું છે. બ્રાહ્મણી 1 ડેમ : 75 ટકા ભરાયો બ્રાહ્મણી 2 ડેમ : 80 ટકા ભરાયો