મોરબી: મોરબી સિરામિક ઉદ્યોગના અગ્રણી અને કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશ જેતપરિયાએ ભારત સરકાર દ્વારા આયોજિત પોસ્ટ-બજેટ વેબિનારમાં પેનલિસ્ટ તરીકે ભાગ લીધો હતો. આ વેબિનારનો મુખ્ય વિષય 'સસ્ટેનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઇકોનોમિક ગ્રોથ' (આર્થિક વિકાસને જાળવી રાખવો અને મજબૂત કરવો) હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 'વિકસિત ભારત @ 2047' અને 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને સ્પષ્ટ કરતા, પાયાના સ્તરેથી દેશના વિકાસ માટે 360-ડિગ્રી અભિગમ પર ભાર મૂક્યો હતો. તેમનું સ્પષ્ટ માનવું છે કે નીતિઓ માત્ર આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ઉદ્યોગો, સાહસિકો અને સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને અસર કરતા પડકારોને ઉકેલવા પર કેન્દ્રિત હોવી જોઈએ.વિવિધ મંત્રાલયોના મંત્રીઓની ઉપસ્થિતિઆ વેબિનારમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકારની રણનીતિના ભાગરૂપે વિવિધ મંત્રાલયોના મંત્રીઓએ પણ હાજરી આપી હતી. જેમાં પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, રામ મોહન નાયડુ કિંજરાપુ, અશ્વિની વૈષ્ણવ, મનોહર લાલ ખટ્ટર અને પ્રહલાદ જોશી સહિતના વરિષ્ઠ આગેવાનો અને શિપિંગ તથા પાવર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંતર-મંત્રાલય સંકલન અને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.કોસ્ટલ કાર્ગો સેશનમાં નિલેશ જેતપરિયાની પેનલિસ્ટ તરીકે ભૂમિકાભારતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં રહેલી અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલા 'કોસ્ટલ કાર્ગો' (દરિયાઈ માર્ગે માલસામાનનું પરિવહન) ના વિશેષ સેશનમાં નિલેશ જેતપરિયાએ પેનલિસ્ટ તરીકે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ સેશનમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું:- કોસ્ટલ શિપિંગમાં ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવી- રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવો- મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશનમાં સુધારો કરવો- પર્યાવરણને અનુકૂળ દરિયાઈ પરિવહનને પ્રોત્સાહન આપવું- ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવી- પોર્ટ-ટુ-પોર્ટ અને પોર્ટ-ટુ-હિન્ટરલેન્ડ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવી2047 સુધીનો લક્ષ્યાંક અને તેના ફાયદાઆ ચર્ચામાં સરકારના એક મોટા લક્ષ્યાંક વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં 2047 સુધીમાં દરિયાઈ માર્ગે થતા માલવાહક પરિવહનનો હિસ્સો 6 ટકાથી વધારીને 12 ટકા કરવાનો છે. આ બદલાવ માત્ર આંકડાકીય નથી, પરંતુ તેનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે, ઇંધણનો બચાવ થશે અને કાર્બન ઉત્સર્જન ઘટશે. આ ઉપરાંત સપ્લાય ચેન મજબૂત બનશે અને રેલવે તેમજ રોડ નેટવર્ક પરનું ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.નિલેશ જેતપરિયાએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે આ વેબિનાર માત્ર એક નીતિવિષયક ચર્ચા ન હતી, પરંતુ એક એક્શનેબલ સંવાદ હતો. ઉદ્યોગોના પડકારો, સ્ટેકહોલ્ડર્સના ફીડબેક અને ભવિષ્યની રણનીતિઓ પર ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારના આયોજનોથી ભારતના શિપિંગ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સેક્ટરમાં મોટો અને સકારાત્મક બદલાવ આવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #NileshJetpariya #MorbiCeramic #Capexil #ViksitBharat #PostBudgetWebinar #CoastalCargo #SustainingEconomicGrowth #LogisticsReform #MadeInIndia #IndiaShipping