મોરબી : મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ. રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે.આ સપ્તાહમાં મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, મોરબી જીલ્લા પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહજી જાડેજા, ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમખ મહેન્દ્રસિંહજી ઝાલા (રંગપર), મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહજી જાડેજા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યાસપીઠનું સન્માન કરી આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.