મોરબી : શ્રીરામધામ- જાલીડા ખાતે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 108 કુંડી રામયજ્ઞ યોજાવાનો છે. આ રામયજ્ઞને લઈને દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે.આ જલયાત્રામાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો જોડાયા છે. જેમાં મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઇ રાચ્છ, જલારામ સેવા મંડળના અગ્રણી ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કિશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અનિલભાઈ ગોવાણી, જલારામ મંદિર મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું. તેમ મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું હતું.