મોરબી: રામધન આશ્રમે ચાલતી કથામાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં બાળવિદુષી રતનબેનના વ્યાસાસને ચાલી રહેલી કથાના અનેરા આયોજનમાં તમામ ભાવિક શ્રોતાજનો માટે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂ.ભાવેશ્વરી બેન સહીતના સંતો-મહંતોના સાનિધ્યમાં આયોજિત કથામાં મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, કીર્તિભાઈ પાવાગઢી, કીશોરભાઈ ઘેલાણી, બકુલભાઈ રાચ્છ, જગદીશભાઈ કોટક, હસુભાઈ પંડીત, કમલેશભાઈ ભોજાણી તેમજ જલારમ મંદિર મહીલા મંડળના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.