મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતના આત્મા ની શાંતિ માટે મોરબી જીલ્લા એફ.પી. એસ.એસોસિએશન દ્વારા આજે તા.7 ને સોમવાર સમય સાંજે 4 વાગ્યે રોકડીયા, હનુમાનજી મંદિર, નવલખી રોડ મોરબી ખાતે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યના બન્ને એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી અને મહિપતસિંહ ગોહિલ પણ હાજર રહેશે અને મોટી સંખ્યામાં વેપારીઓ પણ હાજર રહીને પુલ દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે.