જલારામ ધામના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રાજકીય આગેવાનોનું અભિવાદન કરાયું મોરબી : શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરાયું છે ત્યારે ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ નિર્મલભાઈ જારીયા, તાલુકા ભાજપના પૂર્વ અધ્યક્ષ અરવિંદભાઈ વાંસદડીયા સહીતના અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.