મોરબી : મોરબી વિસ્તારમાં કુદકે અને ભૂસકે વધતાં જતાં ઔદ્યોગિક વિકાસને લીધે નવા વીજ કનેકશનોની ઊતરોતર વધતી જતી માંગને પહોંચી વળવા પીજીવીસીએલનું વધુ એક ડિવિઝન અને વધુ સબ ડિવિઝનોની જરૂરિયાત જણાતા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ આ બાબતે ઊર્જા મંત્રી સમક્ષ વખતોવખત રજૂઆતો કરેલી અને તેના પરિપાકરૂપે સિરામિક એસોસિએશનના સઘન પ્રયાસો અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પીજીવીસીએલ અને ઊર્જા મંત્રાલય સમક્ષના સતત ફોલોઅપને લીધે મોરબી શહેર માટે એક વધુ સબ ડિવિઝન તેમજ વાંકાનેરના ઢુવા ખાતે, ઘંટ્ર ખાતે, વીરપર ખાતે અને નાની વાવડી ખાતે ઇન્ડસ્ટ્રીયલ સબ ડિવિઝનને પીજીવીસીએલ દ્વારા સૈદ્ધાંતિક સ્વીકૃતિ કરવામાં આવેલ છે. તે અન્વયે મોરબીની મુલાકાતે આવેલ ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સમક્ષ સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવિયા, ભાજપ અગ્રણીઓ જ્યોતિસિંહ જાડેજા, દુર્લભજીભાઈ દેથરીયાએ રજૂઆત કરતાં મોરબી પીજીવીસીએલની વર્તુળ કચેરી હેઠળ વિભાગીય કચેરીના વિભાજનની દરખાસ્તો જેવી કે મોરબી શહેર-1 અને મોરબી શહેર-2માથી મોરબી શહેર-3 માટે, લાલપર અને મોરબી રૂરલમાથી નવા ઘંટુ, ટંકારામાથી વીરપર અને શનાળામાથી નાની વાવડી તેમજ વાંકાનેર શહેર, વાકાનેર ગ્રામ્ય-1,2 માથી ઢુવા એમ ઇન્ડસ્ટ્રીયલ સબ ડિવિઝનને પીજીવીસીએલ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમના બોર્ડે મંજૂરી આપી છે. આમ, મોરબી પંથક માટે વીજળી વપરાશકારો માટે અને ઔધ્યોગિક એકમો માટે ઉપયોગી નિર્ણય લેવાયેલ છે. વધુમાં, આ આગેવાનોએ રાજ્યના ઊર્જા મંત્રિ સમક્ષ આ પેટા વિભાગીય કચેરીઓ તાકીદે કાર્યાવિન્ત થાય તેવી અપેક્ષા સેવી છે તેમજ મોરબીને નવું ડિવિઝન આપવા અંગેની માંગણી પણ સત્વરે મંજૂર થાય તેવી લાગણી વ્યક્ત કરી છે. મોરબી શહેરના વિજલોડને ધ્યાને લેતા શહેર માટેની વધારાની વિભાગીય કચેરીની માંગણી સંતોષવા બદલ બ્રિજેશ મેરજાએ ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલનો આભાર માની શહેરની વીજળીની હાડમારીને હલ કરી શકાશે તેવી ક્ષિતિજો ખૂલી છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate