મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ અને કાર્યકરોએ ગઈકાલે એકાદશીના દિવસે મોરબીમાં આયોજિત અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનમાં હાજરી આપીને ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત તારીખ 6 ઓક્ટોબરના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે. તેનું ભવ્ય સ્વાગત થાય અને શૌર્ય યાત્રામાં બધા જોડાય એના માટે આહ્વાન પણ કર્યું હતું.