મોરબી : મોરબી જિલ્લામાં દેશી વિદેશી દારૂની બદી સામે પોલીસ આક્રમક બનીને કાર્યવાહી કરી રહી છે ત્યારે એલસીબી ટીમે મોરબી તાલુકાના નીચી માંડલ નજીકથી મહેન્દ્રા જીતો વાહનમાં દોઢસો લીટર દેશી દારૂ લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ અન્ય એકનું નામ ખોલાવી બે વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે નીચી માંડલ ગામની સીમમાંથી એક લાખની કિંમતના મહેન્દ્રા જીતો વાહનમાં રૂ. 3000ની કિંમતના દોઢસો લીટર દેશી દારૂ ભરીને નીકળેલા વિશાલ પ્રભુભાઈ બારૈયા, રહે. કુળદેવી પાન પાછળ વર્ધમાન નગર મોરબી વાળાને ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આરોપીએ હળવદના સુંદરગઢના રહેવાસી સુનિલ ઉર્ફે ભાણા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.